વાલોડ તાલુકાના બેડકુવા ગામમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ હોવા છતાં ખ્રિસ્તી ધર્મના લોકોએ મિટિંગ રાખતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
બેડકુવા ગામમાં હનુમાન જયંતી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો તે સમયે ખ્રિસ્તી લોકોએ મિટિંગ રાખતા બેડકુવા ગામના લોકો તથા આજુબાજુના ગામના જાગૃત લોકો દ્વારા વિરોધ કરી કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો.
એક સમયે બેડકુવા ગામનું વાતવરણ તંગ બની ગયું હતું, સમગ્ર સનાતન હિન્દુ સમાજના લોકો એ આ કાર્યક્રમનો વિરોધ કરીને ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા રાખવામાં આવેલ મીટીંગને બંધ કરાવી હતી.
તાપી જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં દશકોથી ચાલતી ધર્માંતરણની પ્રવૃતિઓેએ હવે ફરીથી જોર પકડ્યું છે. હિંદુ સંગઠનો વર્ષોથીનઆ ષડયંત્ર સામે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક આદિવાસી લોકોમાં પણ આ ઈસાઈ લોકોનાં ષડયંત્રોની સમજ વધી રહી હોવાથી ઈસાઈ પાદરીઓ અને ઈસાઈ સંસ્થાઓ હવે મરણિયા બન્યા છે. આવા સમયે સરકારે પણ સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોની પડખે આવવું રહ્યું તેમ લોકો ઈચ્છે છે.