ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

આગામી સપ્તાહે યોજાનાર પ્રસંગ માટે તૈયારીઓ.

મૂકેશ પંડિત
  • Apr 28 2025 1:37PM
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે.

સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર થયો છે. આ સુંદર શિવાલય નિર્માણ થતાં આગામી સપ્તાહે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ગામ સમસ્તનાં આયોજન સાથે વતનપ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા નિર્મિત શિવમંદિરમાં ભક્તિભાવ સાથે સોમવાર તા.૨૮થી બુધવાર અખાત્રીજ તા.૩૦ દરમિયાન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગ માટે ગામમાં તથા બહારગામ રહેતાં ગ્રામજનો દાતાઓમાં ભારે ઉત્સાહ રહેલો છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार