સમગ્ર વિશ્વમાં જળસ્તર વધવાની ગતિ બમણી થઈ ગઈ : ખતરાની ઘંટી વાગી

સદીના અંત સુધી જળસ્તરમાં વધારો જારી રહેશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો જરૂરી : 2060 સુધી વિશ્વના વિવિધ દેશોએ અત્યંત ખરાબ મોસમનો સામનો કરવો પડશે.

સુદર્શન ન્યૂઝ ટીમ
  • Apr 25 2023 1:00PM

સમગ્ર વિશ્વમાં જળસ્તર વધવાની ગતિ બમણી થઈ છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘે આપી છે. ૧૯૯૩થી ૨૦૦૨ વચ્ચે જેટલું જળસ્તર વધ્યું, તેનાથી બમણી ગતિથી ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન જળસ્તર વધ્યું છે. ગયા વર્ષે તે વિક્રમજનક સ્તરે પહોંચ્યું હતું. તેમા ચેતવણી એ પણ છે કે આ સદીના અંત સુધી જળસ્તર વધવાનું સ્તર વર્તમાન સ્તર કે તેનાથી પણ વધુ દરે વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સીના વિશ્વ મૌસમ સંગઠન (ડબલ્યુએમઓ)એ જણાવ્યું હતું કે તેનું કારણ વધતું જતું તાપમાન છે. 

તાપમાનમાં વધારો થવાના લીધે ગ્લેસિયર પીગળી રહ્યા છે. ૨૦૧૩થી ૨૦૨૨ દરમિયાન સમુદ્રનું જળસ્તર ૪.૬૨ કિ.મી.ની ઝડપે વધ્યું છે. તે ૧૯૯૩થી ૨૦૨૨ દરમિયાન બમણી ગતિથી વધ્યું છે. 

ડબલ્યુપીએમઓના સેક્રેટરી જનરલ ટાલસે જણાવ્યું છે કે ગ્લેસિયરોનું પીગળવું અને સમુદ્રી જળસ્તરનું વધવુ અત્યંત ભયજનક છે. આ અત્યંત ખતરનાક પ્રક્રિયા છે. તેના લીધે વધારે પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. જળસ્તરની વૃદ્ધિની ઘટના આ સદીના અંત સુધી ચાલતી રહેશે. તેના પછી પણ આગળ હજારો વર્ષ સુધી સમુદ્રના જળસ્તરમાં વધારો થતો રહેશે. 

આના લીધે કેટલાય દ્વીપો પૃથ્વીના નકશા પરથી અદ્રશ્ય થઈ જશે. એન્ટાર્કટિકાનો બરફ ગયા વર્ષે જુન-જુલાઈમાં ઝડપથી પીગળ્યો હતો. સમુદ્રી હીટવેવ જમીનની તુલનાએ ૫૮ ટકા વધારે હતી. તેના લીધે ધુ્રવીય વિસ્તારમાં પણ બરફ તેજીથી પીગળી રહ્યો છે. 

ટાલસે જણાવ્યું હતું કે આ પ્રકારના ખરાબ વાતાવરણની સ્થિતિ ૨૦૬૦ સુધી રહેશે. જો કાર્બનમાં ઘટાડો ન કરાયો તો સ્થિતિ વધુ બગડવાની છે. જો કે તેને અત્યારથી સુધારી શકાય છે જેથી આગામી પેઢીની સ્થિતિમાં સુધારો થાય. તેઓને તકલીફ ન પડે. 

આગામી દાયકામાં દોઢ ડિગ્રી સુધી તાપમાન વધે છે તેનો અર્થ એમ થાય કે મુસીબત આવશે તે નક્કી છે. વાતાવરણમાં એટલો બધો ફેરફાર થશે કે કેટલાય દેશોએ તકલીફોનો સામનો કરવો પડશે. 

ડબલ્યુએમઓએ જણાવ્યું કે બધુ મળીને ૨૦૨૨નું વર્ષ પાંચમું કે છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ હતું. વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રીયલ સમયથી ૧.૧૫ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. 

0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार