કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું

ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

સુદર્શન ટીમ
  • Apr 14 2025 7:12PM

સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે પાણીની પરબનું લોકાર્પણ કરાયું


ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 134 મી જન્મજયંતી નિમિત્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર ખાતે
શોભયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મંત્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે. તેમના કાર્યો થકી આજે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા બન્યો છે. આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યો જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકરને જાય છે. તેઓ ૩૨ ડિગ્રી ધરાવતા હતા અને ૯ થી વધારે ભાષાના જાણકાર હતા. તેમના સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતારવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીના ભાગરૂપે આયોજિત 'રક્તદાન શિબિર'માં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા. તેમજ મંત્રીના હસ્તે
શ્રમિકોને ઇ- શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા. કાળઝાળ ગરમીને પગલે નાગરિકોને નિ:શુલ્ક છાશનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરઓ, સિનિયર આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મંત્રી બળવંત સિંહ રાજપૂતના વરદ હસ્તે આજરોજ સિદ્ધપુર રેલ્વે સ્ટેશન, જકાત નાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદ રૂપ પાણીની પરબનું લોકાર્પણ કરાયું હતું.

કાળજાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફર જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી.

0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार