નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમાના રૂટ પર તંત્રનાં અધિકારીઓ સાથે ભાજપના 5 કાર્યકરો મદદ માટે હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સંકલન કરી ભાજપના કાર્યકરોની એક બેઠક બોલાવી હતી.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પરિક્રમના રૂટ પર આવતા પોઇન્ટ પર 5-5 ભાજપના કાર્યકારોની ટીમ મુકી દીધી છે, કુલ 100 થી વધુ ભાજપ કાર્યકરો જ્યાં સુધી પરીક્રમા પુર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી લોકોને મદદ કરશે.નીલ રાવે જણાવ્યું હતું કે અમે ભદામ, રુંઢ, લાછરસ એન્ટ્રી પોઇન્ટ ખુલ્લો કરવા, સમારીયા રસ્તો પિચિંગ કરી ખુલ્લો કરવા, ધનેશ્વર મહાદેવ રોડ, ગોપાલેશ્વર મહાદેવ રોડ, રેંગણ ઘાટ, નાવડીમાં વેઈટીંગ એરિયા પર, કપિલેશ્વર મહાદેવ વાસણ ઘાટ પર, અવધૂત આશ્રમ ગુવાર પર પાણીની પરબ મુકવા તથા સિનિયર સિટીઝનોની અલગ લાઈન કરવા, નાવડીઓમાં વધારો કરવા, બહેનો માટે શૌચાલયોમાં વધારો કરવા, નાવડી પાસે સુરક્ષા વધારવા, રાત્રે 7 કલાકે લાઈટો ચાલુ કરવા, જેટી પાસે સ્ટેન્ડમાં વધારો કરવા તથા જી.આર.ડી પોઇન્ટ મુકવા બાબતે તંત્રને સુચનો કર્યો છે.આ સુચનોનો અમલ થાય તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ લોકો સારી રીતે પરીક્રમા કરી શકે, અને વહીવટીતંત્ર પણ લોકોની સેવા કરી શકે.