નવસારીના ગણદેવીમાં બેદિવસીય કેરીયર ફેર યોજાયો
ગુજરાત તથા મહારાષ્ટ્રની 26 જેટલી યુનિવર્સિટી તથા કોલેજે ભાગ લીધો
શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ, રોટરી ક્લબ ઓફ ગણદેવી તથા તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.12 અને 13 એપ્રિલના રોજ ગણદેવી અનાવિલ વાડીમાં કેરીયર ફેર - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગુજરાત તથા મહારાષ્ટ્રની 26 જેટલી યુનિવર્સિટી તથા કોલેજે પોતાના સ્ટોલ મૂક્યા હતા. વાંસદા, ચીખલી, નવસારી સાથે ગણદેવી તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગણદેવીમાં પ્રથમ વખત યોજાયેલ આવા ફેરને અદભૂત અને ખુબ જ ઉપયોગી ગણાવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન અનાવિલ સમાજ તથા રોટરી ક્લબ ઓફ ગણદેવીના પ્રતિનિધિઓ અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેરીયર ફેરમાં ગણદેવી પીપલ્સ બેંક, સંદીપ યુનિવર્સિટી, એમઆઈટી, એનએયુ, ગણપત યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, PPSU, મહિન્દા યુનિવર્સિટી, PDEU, MGITER જેવી ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓએ ભાગ લઈ માહિતી પૂરી પાડી હતી.