ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ
વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજન
ભડિયાદ ગામમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથામાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ પ્રસંગ ઉજવાયો. અંબાજી મંદિરમાં સ્વર્ગસ્થ સુલેમાનભાઈ જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજનનો ભાવિક ગ્રામજનોને લાભ મળી રહ્યો છે.
ખોજા પરિવારનાં દાતા આલ્બર્ટ જસાણી દ્વારા સનાતન ભાવના સાથે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ભાગવત કથામાં વિવિધ અવતાર પ્રસંગ વર્ણન સત્યે કૃષ્ણ જન્મ પ્રસંગ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો.
ગત શુક્રવારથી પ્રારંભ થયેલ કથામાં ભડિયાદ ગામ સમસ્તનાં આયોજન સાથે ગામનાં વિકાસમાં સહયોગી રહેલ જસાણી પરિવાર દ્વારા સૌને લાભ મળી રહ્યો છે. હબીબભાઈ હાલાણી, શાંતિરામજી મહારાજ અને સેવાભાવી અગ્રણીઓ સંકલનમાં રહ્યાં છે. કથા પૂર્ણાહુતિ આગામી ગુરુવારે થનાર છે.