નવસારીમાં વેકેશન શરૂ થતા જ બાળકો અને યુવાનો સ્વિમિંગ તરફ વળ્યા

મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી અલગથી લેડીસ બેચની પણ સુવિધા

સુદર્શન ટીમ
  • Apr 14 2025 12:22PM

શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ બાળકો વેકેશનમાં સ્વિમિંગ તરફ વળતા જોવા મળી રહ્યા છે. મનપા સંચાલિત સ્વામીવિવેકાનંદ તરણકુંડમાં વેકેશન દરમિયાન સંખ્યા 800 જેટલી થઈ જવા પામે છે. બાળકો, યુવાનોની સાથે માતાપિતા પણ તરણકુંડમાં સ્વિમિંગ શીખવા આવતા જોવા મળી રહ્યાં છે. દિવસ દરમિયાન કુલ 8 બેચ ચાલે છે, જેમાં  મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ અલગ બેચની સુવિધા પણ છે. આ ઊપરાંત ખાસ દરેક સ્વિમર પર ધ્યાન રાખવામાં આવે છે. જેને લઈને આજદિન સુધી કોઈપણ અણબનાવ બન્યો નથી.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार