નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડિયાદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને હીટ વેવ પ્લાન અંતર્ગત આજે પારસ સર્કલ પાસે 150 જેટલાં શ્રમિકો ને ORS ની સમજણ ને વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ લૂ થી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, હાલમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, ત્યારે શહેરમાં બપોરના સમયે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે.