વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત ખેલ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા જ થઇ નથી.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા જ થઇ નથી. જેની માંગણીને લઈ ખેલ સહાયકો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે.
વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત બેબ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે કીડા ભારતી દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપીને ભરતી પ્રક્રિયા પ્રત્યે સરકારશ્રીનું ધ્યાન દોરવા વિનંતી કરી પહતી.
ક્રીડા ભારતીના પશ્ચિમ ક્ષેત્ર સંયોજક શ્રી રમેશભાઈ પ્રજાપતિ અને ક્રીડા ભારતી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રતાપસિંહ ઝાલાની આગેવાનીમાં આજરોજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની મુલાકાત લીધી અને ભરતી પ્રક્રિયા પ્રત્યે સરકારશ્રીનું ધ્યાન દોરવા વિનંતી કરી હતી.
આ જ પ્રકારે મહેસાણા, પાટણ, વડોદરા, સુરત, તાપી, સાબરકાંઠા, આણંદ પાલનપુર નવસારી તથા અનેક પ્રમુખ જિલ્લાઓમાં કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ખેલ સહાયકો, શિક્ષકો તથા ખેલાડીઓ જોડાયા હતા.