ખેડા - રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ

ગેરકાયદેસર બ્રિજ બનાવનારને છોડવામાં નહી આવે : કલેકટર અમિત પ્રકાશ યાદવ

યેશા શાહ
  • Apr 5 2025 11:21AM

ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી પર રેતી ચોરી માટે ખનીજ માફિયાઓએ બનાવેલ ગેરકાયદેસર આંગામી બ્રિજને તંત્ર દ્વારા તોડી પડાયા બાદ હવે નદીમાં રેતી કાઢવા માટે જેને લીજ આપવામાં આવી છે તે લીજધારકોની હવે આ મામલે તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં પસાર થતી. વાત્રક નદી પર રાજકીય ઓય હેઠલ બેફામ બનેલ ખનીજ માફિયા ઓ દ્વારા નદીનું વહેલ રોકી મોટા ભૂંગળા નાંખી તેના ઉપર કન્ટ્રકશનનો કાટમાળ, રેતીની બોરીઓ વડે ૧૮ ફુટ જેટલો પહોળો અને ૩૦૦ ફૂટ ઉપરાંત લાંબો મજબૂત ગેરકાયદેસર હંગામી બ્રિજ બનાવ્યો હતો. ખનીજ માફિયાઓ દ્વારા આ ગેર કાયદેસર પુલ પખવાડિયા પહેલા બનાવ્યો હોવાનું કહેવાય છે ખનીજ માફિયા નદીના પટમાંથી રાત્રિના સમયે મોટા પાયે જેસીબી મશીન હિટાચી મશીનથી ખનન કરી માટીની ચોરી કરી ભરેલ ડમ્પરો અને ટ્રેક્ટરો આ બનાવેલ ગેરકાયદેસર હંગામી બ્રિજ પરથી પસાર થતા હોવાનું કહેવાય છે, જોકે આ અંગે સંબંધિત તંત્ર જાલનું હોવા છતાં અજાણ હોવાનો ડોર કરતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार