નવસારી આશાપુરી માતાજી મંદિરના આઠમના હવનમાં હજારો શ્રીફળની આહુતિ અપાઈ

હવનમાં પ્લાસ્ટીક ન હોમાય તે માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવામાં

સુદર્શન ટીમ
  • Apr 5 2025 6:56PM
નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે.

ચૈત્ર નવરાત્રિને લઈને દર વર્ષની જેમ આશાપુરી માતાજી મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવનમાં ભક્તજનો પુરી શ્રદ્ધાથી શ્રીફળ, ઘી, અગરબત્તી, કપુર જેવી વસ્તુ પ્લાસ્ટીક સાથે સીધી જ હવનમાં હોમી દેતા હોય છે. જેના કારણે હવનમાં હવન સામગ્રીની સાથે પ્લાસ્ટીક પણ બળતા પ્રદુષણ ફેલાય છે. જેને રોકવા માટે આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ અને નવસારીના પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવી યજ્ઞમાં પ્લાસ્ટીક તથા અન્ય પ્રદુષણ ફેલાવનારી સામગ્રીઓ ન હોમાય અને પ્રદુષણ જેમ બને તેમ અટકાવી શકવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં ભક્તો પાસે અગરબત્તી, ઘી, કપૂર જેવી વસ્તુઓ લઈને તેમાંથી પ્લાસ્ટીક અલગ કર્યા બાદ તેને હવનમાં હોમવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં શ્રીફળ હોમવામાં આવતા વાતાવરણનું એક રીતે શુદ્ધિકરણ થયું હતું. આ કામગીરી માટે 35થી વધુ પર્યાવરણ પ્રેમીઓની ટીમે આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ સાથે મળીને ખડેપગે રહી સેવા બજાવી હતી. જેમાં ભક્તોનો પણ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार