નડિયાદમાં માનવ જીવનને ઉગારવાની સી.પી.આર.ની તાલીમ તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું

નડિયાદ જે. સી .આઈ સંસ્થા તેમજ જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા યોજાયેલા કાર્યક્રમની ચોમેર પ્રશંસા

મહેશ મહેતા
  • Apr 5 2025 6:48PM
 નડિયાદ જે.સી.આઈ અને ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના સંયુક્ત ઉપક્રમે મહામૂલા માનવજીવનને ઉગારવા માટે સૌથી સરળ અને તત્કાલ સેવા ગણી શકાય તેવી સી.પી.આર.ની તાલીમનો કાર્યક્રમ તાજેતરમાં નડિયાદની  કુંદનબેન દિનશા પટેલ કોલેજમાં યોજાયો હતો.
આ પ્રસંગે હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર,જે.સી ના અગ્રણી અનુપભાઈ દેસાઈ, જે.સી.ના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ જૈમીનભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
      સમગ્ર કાર્યક્રમની વિગતો જોઈએ તો,નડિયાદ જે.સી.આઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી માનવજીવનમાં અનાયાસે અને ઓચિંતી આવી પડેલી દૈહિક ઉપાધિના ટાણે જીવનને તત્કાલ  ઉગારવાની અને સૌથી સરળ ગણી શકાય તેવી, સી.પી.આર.ની તાલીમ વિવિધ સંસ્થાઓને આપવામાં આવી રહી છે.જેમાં ખેડા જિલ્લા હોમગાર્ડદળ સૌથી અગ્રેસર રહ્યું છે. 
તાજેતરમાં હોમગાર્ડ દળના 150-થી વધુ અધિકારીઓ,હોમગાર્ડ જવાનો, મહિલાઓ સભ્યોએ ઉપસ્થિત રહીને તાલીમબદ્ધ થયા હતા સાથે સાથે સૌએ સ્વયં પ્રદર્શન કરીને નિદર્શન પણ કર્યું હતું.આ કાર્યક્રમની સાથે સાથે 
જે.સી.આઈ.અને વીણાબેન ઠાકોરભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં સેનેટરી પેડ વિતરણનો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.જે કાર્યક્રમ હાલમાં પણ ચાલુ છે.જેના ભાગ સ્વરૂપે આજે સેનેટરી-પેડનું સૌ મહિલા હોમગાર્ડઝ તથા અન્ય ઉપસ્થિત મહિલાઓને  પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હોમગાર્ડઝ તથા અધિકારીઓ ભાઈઓ,બહેનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તાલીમબધ્ધ થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેની સમગ્ર પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી હતી.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार