કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી

કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા

મૂકેશ પંડિત
  • Apr 3 2025 11:24AM
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો.

શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગા લાભ મળી રહ્યો છે.

ભાગવત પ્રસંગોમાં વિવિધ અવતાર વર્ણન સાથે કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. ગાયની સેવા માટે સૌને અનુરોધ કરી ગાય દ્વારા પ્રાપ્ત પંચ ગવ્યનો મહિમા પણ જણાવ્યો અને આ માટે પોતાનાં તરફથી અહીંની ગૌ શાળા હેતુ ભેટ પણ અર્પણ કરવામાં આવેલ.

વિશ્વાનંદ માતાજીએ પ્રસંગોનાં સંગીતમય ગાન સાથે ઈશ્વરનું ધ્યાન અને સ્મરણ બંનેનું મહાત્મ્ય જણાવી, તેમાં સમરણ સહેલું હોવાનું જણાવ્યું. ભજન સમરણ આપણને હળવા બનાવે છે, તેમ ઉમેર્યું હતું.

કોટિયાનાં આ પર્વતમાળા સાથેનાં રમણીય સ્થાન ઉપર ગ્રામજનો અને આસપાસનાં વિસ્તારનાં ભાવિકો કથા લાભ લઈ રહ્યાં છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार