ભાવનગર જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો
દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે ઉત્સાહ
ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ રહ્યો.
ભાજપ સ્થાપના દિવસ સાથે બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા નિર્ધારિત આયોજન ઉપરાંત ભાવનગર જિલ્લામાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં આયોજન અનુસંધાને હોદ્દેદારો કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ રહ્યો.
ભાવનગરમાં દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલ ભાવનગર જિલ્લા ભાજપ બેઠકમાં ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, પ્રભારી
બ્રિજરાજસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ પનોત તથા પૂર્વ અધ્યક્ષ રાઘવજી મકવાણા દ્વારા આગામી આયોજનોની છણાવટ વિગતો આપવામાં આવી.
જિલ્લામાં ભાજપ દ્વારા આ બેઠકમાં ધારાસભ્યો શિવાભાઈ ગોહિલ તથા ગૌતમભાઈ ચૌહાણ, રસિકભાઈ ભિંગરાડિયા, મુળજીભાઈ મિયાંણી વગેરેની ઉપસ્થિતમાં આ ઉજવણી દરમિયાન સુશોભન, ધ્વજ, આંગણવાડી, આરોગ્ય, સંસ્થા કચેરી વગેરેમાં થનાર કાર્યક્રમો અંગે આયોજનો ગોઠવાયાં.
પ્રારંભે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.
સંચાલનમાં રાજુભાઈ બાબરિયા રહેલ. આ બેઠકમાં આભારવિધિ વિક્રમભાઈ નકુમે કરી હતી.
બેઠકમાં તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપ સ્થાપના દિવસ તથા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી કાર્યક્રમો માટે સક્રિય રહ્યાનું પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.