જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા છે. 2 એપ્રિલ, 2025ના રોજ લોકસભામાં વકફ બોર્ડના નિયમોમાં સુધારા માટે ચર્ચા થઈ અને મોડી રાત્રે બિલ 288 મતોથી પસાર થયું.

શૈશવ રાવ નર્મદા
  • Apr 3 2025 6:07PM
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ આદિવાસીઓની જમીનોના રક્ષણ માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રયાસોના પરિણામે જેપીસીએ સરકારને વકફ બિલમાં આદિવાસી જમીનોને સુરક્ષિત રાખવાની ભલામણ કરી. 
કાયદા અને લઘુમતી મંત્રી શ્રી કિરણ રિજિજુએ લોકસભામાં જાહેર કર્યું કે બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળની આદિવાસી જમીનો વકફના દાયરામાંથી બહાર રહેશે. આ નિર્ણય બદલ વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ સત્યેન્દ્રજીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે પણ ભાજપની આગેવાનીવાળી સરકારની આ પહેલ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार