ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થાના લીલેલીરા ઉડાવતા ચોરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા

ઉમરેઠ પોલીસ સ્ટેશનથી એક જ કિલોમીટરના અંતરે ગામના વચ્ચે ગીચ વિસ્તારમાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટતાં નગરજનો ચિંતામાં મુકાયા

ધનંજય શુક્લ
  • Nov 27 2024 12:20PM

ઉમરેઠમાં એક પછી એક ચોરીઓની ઘટના વધી રહી છે અને અપરાધીઓને તો જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ઉપરાછપરી થયેલી ચોરીઓનો તો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ગઈકાલ રાત્રે ફાટીપોળ પાસે ડોક્ટર ગોસાઈ સાહેબના મકાનની પાસે કુલ ત્રણ મકાનનાં તાળા તૂટ્યા હતાં. આ ત્રણે મકાન બંધ હાલતમાં હતા અને તેમના માલિકો ઉમરેઠ બહાર રહે છે. બંધ હાલતના મકાનોના તાળા તૂટ્યા હોવાથી ત્રણે મકાનોમાં થી શું અને કેટલું ચોરાયું તે કહેવું મુશ્કેલ છે.

ચોરીની ઘટનાની જાણ થતા અમારા પ્રતિનિધી ધનંજય શુક્લ દ્વારા ઉમરેઠના પીએસઆઇ પાવરા સાહેબને જાણ કરતાં તરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી. જે પોળમાં તાળા તૂટ્યા ત્યાં પાડોસીને ઘરે સીસી ટીવી ફૂટેજમાં બે વ્યક્તિ નજરે પડે છે.

ઉપરાછાપરી ઉમરેઠમાં સતત અસામાજિક પ્રવૃત્તિઓ અને ચોરીઓના વધતા કિસ્સાઓની કારણે લોકચર્ચા એ જોર પકડ્યું છે કે ઉમરેઠ પોલીસની બીક છોરોને રહી જ નથી માટે રાત્રે પોતે જ પોતાના મકાનની સુરક્ષાનું ધ્યાન રાખવું. હવે ઉમરેઠ પોલીસ દ્વારા ક્યારે એવા કડકાઈના પગલાં લેવાસે જેથી ગામમાં થતી ચોરીઓની ઘટના બંધ થાય અને થયેલ ચોરીઓના ગુનામાં અપરાધીઓ કાયદાની પકડમાં આવે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार