નવી કુટીર નીતિને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટુ એલાન, સબસીડીથી લઇને મહત્તમ ધિરાણમાં કરાયો આટલા લાખનો વધારો

ગુજરાત સરકાર દ્વારા આજે કુટીર નીતિની જાહેરાત કરવામાં આવી છે. જુઓ અહીં સંપુર્ણ માહિતી

Jashu Bhai Solanki
  • Nov 27 2024 1:47PM

ગુજરાત સરકારે આજે રાજ્યમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેર કરી છે. જેમાં સરકારે ક્રેડિટ 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. આ ઉપરાંત સબસિડીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉદ્યોગ મંત્રીએ નવી કુટીર ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિમાં વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે. ઉપરાંત આ યોજના અંતર્ગત રૂપિયા 8 લાખ થી વધારી રૂપિયા 25 લાખ કરવામાં આવી છે. ત્યારે સબસીડીની રકમ રૂપિયા 1.25 લાખથી વધારી 3.75 લાખ કરી દેવાઇ હતી.

૩.૩૦ લાખ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી ઉભી થશે
બીજી તરફ ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતુ કે આવનાર પાંચ વર્ષ માટે ૩.૩૦ લાખ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી ઉભી થશે. હાથશળ અને હસ્તકળાના કારિગરો માટે મૂડી ધીરાણ 1 લાખથી વધારી 3 લાખ કરાશે. તથા કૌશલ્ય વિકાસની તાલીમ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવશે. જેમાં કારીગરો અને મંડળીઓ 45 હજાર લાભાર્થિઓને આવરી લેવાશે.

આ સાથે તેમના કહેવા મુજબ સરકાર કુટીર ઉદ્યોગમાં બનેલી વસ્તુઓ ભેટમાં આપવાનું વિચારી રહી છે. જેમાં કારીગરો દ્વારા બનાવેલ વસ્તુઓ જાહેર સમારંભો, તહેવારોમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેના કારણે કારીગરોની આર્થિક આવકમાં પણ વધારો થશે.


0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार