માતર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ
સ્ટાફના અ.હેડકો મહાવિરસિંહ કાળુભા તથા અ.પો.કો કુલદિપસિંહ હેમભાઇ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે આરોપીને દબોચી લીધો
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના હેઠળ ગત તારીખ ૨૬-૧૧-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફના, અ.હેઙકો.ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા અ.હેઙકો.મહાવીરસિંહ કાળુભા, તથા વુ.અ.હેઙકો સાધનાબેન હિંમતસિંહ તથા અ.પો.કો કુલદિપસિંહ હેમુભાઇ તથા અ.પો.કો હિરેનકુમાર જયંતિભાઇ તથા આ.પો.કો. કુલદિપસિંહ જયવંતસિંહ નાઓ ઓફિસે હાજર હતા.
દરમ્યાન અ.હેડકો મહાવિરસિંહ કાળુભા તથા અ.પો.કો કુલદિપસિંહ હેમભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે માતર પોલીસ સ્ટેશનના પાર્ટ એ.ગુ.ર.નંબર.૧૧૨૦૪૦૪૦૨૦૦૦૯૮/૨૦૨૦ ઇપીકો કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ ની કલમ- ૧૨ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપી - મહેશભાઇ અમરાભાઇ પરમાર મુળ રહે.કોશીયલ, પરામાં તા.માતર જી.ખેડા હાલ રહે.કેસરડી, ભરવાડવાસ, સ્કુલની પાછળ તા.બાવળા જી.અમદાવાદ નાઓને દહેગામડા તા.બાવળા જી.અમદાવાદ ખાતેથી ઉક્ત ગુનાના કામે હસ્તગત કરી AHTU શાખા ખેડા-નડિયાદ નાઓને વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.