અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ

અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.

હિતેન્દ્રસિંહ રાઠોડ
  • Nov 26 2024 2:24PM

અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

રૂપિયા 6 કરોડ 50 લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઈટ અને સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌ પ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે. ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઈટ અને સાઉન્ડ શો 3ડી પ્રોજેક્શન મેપિંગ ટેક્નોલોજી પર આધારિત છે. વાઇબ્રન્ટ કલર અને હાઈ કવાંલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આજથી દરરોજ સાંજે 6/45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે.

આજના કાર્યક્રમમાં જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર. ધારાસભ્ય પી. સી. બરંડા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પરીક શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ના આગેવાનો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार