આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ

ઉમરેઠ તાલુકાના પ્રજાજનો ઉપરાછાપરી થતી ચોરીઓ, કહેવાતી હ્યુમન ટ્રાફિકિંગનો પ્રયાસ, વ્યાજખોરોનાં ત્રાસથી યુવકનો આપઘાત, દેશી વિદેશી દારૂનું ધૂમ ચલણ, માનસિક અસ્વસ્થ યુવતી પર બળાત્કાર, દરગાહમાં થયેલ ચોરીથી ત્રાહિમામ.

ધનંજય શુક્લ
  • Nov 26 2024 11:20AM
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના બનાવો, કહેવાતો હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ , વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાતનો બનાવ, દેશી-વિદેશી દારૂનું ચલણ જેવા અપરાધિક મામલાઓ ઉપર કાબૂ મેળવવામાં ઉમરેઠ પોલીસ કેમ નિષ્ફ્ળ નીવડી રહી છે તે અભ્યાસનો વિષય છે. છેલ્લા ચાર મહિનાનો જો રેકોર્ડ જોઈએ તો ઉમરેઠમાં કેટલાય ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા છે પણ તેમાંથી મોટા ભાગના કેસમાં તપાસને અંતે કોઈ પરિણામ જોવા નથી મળી રહ્યું. આ ગંભીર બાબતે જિલ્લા પોલીસમાં ઉચ્ચકક્ષાએ ચોક્કસ ચિંતા કરવા જેવી છે કારણકે હવે ઉમરેઠવાસીઓ ની ધીરજ ખૂટવા લાગી છે.

ઉમરેઠ તાલુકા અને નગરમાં બનેલ બનાવોની તારીખ આગળ પાછળ હોય શકે પરંતુ ઉમરેઠમાં છેલ્લા અઢી માસમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો.

તા.૨૯.૯.૨૦૨૪ ઉમરેઠના ઓડબજારમાં જયઅંબે નામની મનીશભાઈની દુકાનમાથી રૂ.૨૦ હજારની ચોરીનો બનાવતા.૧૧.૧૦.૨૦૨૪ 

ન્યુ નોવેલ્ટી સ્ટોર ગાંધીશેરી રૂ, ૩૦ હજારની ચોરી અને તે સાથે અન્ય ત્રણ દુકાનોના શટર તોડવાની કોશીષ.

તા.૧૯.૧૦.૨૦૨૪ ઓડબજારમાં જયેશ શાહ તેમજ ઘનશ્યામ કાછીયા તેમજ તે જ વખતે ગાંધીશેરીમાં શ્રી રામકટલરી તેમજ દર્શીક પરીખ દુકાનમાં ચોરીની ઘટના.

તા. ૨૫.૧૦.૨૦૨૪ પરવટા પાસે દ્વારકેશ સોનીની બેકરીમાથી રૂ.૯પ હજારની ચોરી, તેમજ પોલીસ સ્ટેશન રોડ ઉપર આવેલ સોસાયટી પાસેથી કથીત હ્યુમન ટ્રાફિકીંગ નો બનાવ.

તા. ૨૭.૧૦.૨૦૨૪ પોલીસ સ્ટેશન રોડ ઉપર આવેલ સેફફુલા નગર સોસાયટી, જીલાની સોસાયટી તેમજ નુરાની સોસાયટીમાં ચાર મકાનોમાં રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી.

તા. 30.10.2024 ઉમરેઠ ઓડ ચોકડી જયેશ પટેલની દુકાનમાં રાખેલ એ.સીના આઉટડોર અને કેબલની ચોરી.

વ્યાજખોરોના ત્રાસથી સબ્બીર કારીગરનો આપઘાતનો બનાવ.
.
ઉમરેઠ થી પાંડવાનીયા- જતાં રોડ ઉપર આવેલ ઈદગાહમાં ચોરો ની હાજરી.

મહમદ સોસયાતીમાં આવેલ મકાનમાં રૂ. ૯ હજારની ચોરીની ઘટના.

એક મંદિરના સેવક દ્વારા માનસિક અસ્વસ્થ યુવતી સાથે બળાત્કાર કરીને ગર્ભવતી બનાવવી.

ચાર દિવસ પહેલા ઉમરેઠ તાલુકા પંચાયત ઓફિસ સામે પ્લેટિનમ પ્લાઝાની જોડે કાંસમાંથી મળેલ મૃત નવજાત ભ્રુણ.

બે દિવસ પહેલા મુળ ભાગોળ પાસે મુનાવ્વર મસ્જિદમાં થી રૂ. 25 હજારની ચોરી.

ઉમરેઠ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ અને ચોકસાઈના દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે તો પછી થોડા જ મહિનામાં ઉમરેઠમાં આટલી બધી અપરાધિક ઘટનાઓ થવાનું કારણ શું તેવું પૂછે છે ઉમરેઠના પ્રજાજનો.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार