બાંગ્લાદેશમાં ચટગાંવ સ્થિત ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી હતી. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો પર હુમલા થઇ રહ્યા છે. આ હુમલામાં 50 હિંદુઓ ઘાયલ થયા હતા. મોડી રાત્રે હજારો હિન્દુઓએ જય સિયા રામ અને હર હર મહાદેવના નારા સાથે મૌલવી બજારમાં મશાલ રેલી કાઢી હતી.
ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના સભ્યોએ દરેક જિલ્લામાં શાંતિપૂર્ણ સભાઓનું આયોજન કર્યું હતું. જો કે, આ શાંતિપૂર્ણ બેઠકો પર ઉગ્રવાદી જૂથો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક જૂથોએ ચટગાંવમાં હિન્દુ સમુદાયના સભ્યો પર હુમલો કર્યો હતો.
ઢાકાના શાહબાગમાં શાંતિપૂર્ણ સભા દરમિયાન હિંદુ સમુદાયના સભ્યો અને ચટગાંવ યુનિવર્સિટીના પ્રોફેસર કુશલ બરન પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉગ્રવાદી જૂથોના હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની બંગાળના ભાજપ અધ્યક્ષે પણ નિંદા કરી હતી.
ચિન્મય પ્રભુની સોમવારે ઘરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. પોલીસ ડિટેક્ટીવ બ્રાન્ચના પ્રવક્તા રેઝાઉલ કરીમે જણાવ્યું કે પોલીસની વિનંતી પર ચિન્મય દાસની અટકાયત કરવામાં આવી હતી. કરીમે કહ્યું કે ચિન્મય દાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.