સુરેન્દ્રનગરમાં ચોટીલામાં ભાયનાક અકક્માત થયો હતો. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આપા ગીગાના ઓટલા નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ધટનામાં શિયાણી ગામના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચોટીલામાં આપા ગીગાના ઓટલા નજીક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અસક્માત થતા શિયાણી ગામના એક જ પિરવારના 4 દેરાણી-જેઠાણીના મોત થયા હતા. તેમજ 15 થી વધુને નાની મોટી ઇજા થઇ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ જઇ રહ્યા હતા. મૃતકોની ઓળખ મગજીબેન ગોબરભાઈ રેથરીયા ઉ.72 (૨ ) ગલાલબેન કાળુભાઈ રેથરીયા (ઉંમર-60) મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા ઉ.65 (૪) ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા ઉ.68 નો સમાવેશ થાય છે.
અરવલ્લી જિલ્લાના ખોડંબા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંન્ને ટ્રક રોડ નજીક રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. એક ટ્રકમાં એસિડ ભરેલુ હોવાની માહિતી મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. બીજી તરફ મહીસાગરના બાબલીયા નજીક અકસ્માત સર્જાયો હતો. વીજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. બાકોર પોલીસે ઘટનાસ્થળ પર તપાસ હાથ ધરી હતી.