વડતાલ પો.સ્ટે. હદમાંથી આંક ફરકના વરલી મટકાના જુગાર રમતા ર ઇસમોને ઝડપતી LCB પોલીસ

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમી હકીકતના આધારે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

યેશા શાહ
  • Nov 22 2024 6:35PM
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૨૧/૧૧/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.દિપકુમાર ભુપેન્દ્રભાઇ તથા અહેઙકો ભાવેશકુમાર અશ્વિનભાઇ એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો વડતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન કણજરી રેલ્વે સ્ટેશન પાસે આવતા સ્ટાફના અ.હેડ.કો.ભાવેશકુમાર અશ્વિનભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે, કણજરી પીર ચોક, પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂં જાહેરમાં આંક ફરકના વરલી મટકાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) મહેશ ઉર્ફે બોડો બચુભાઇ રાઠોડ રહે.કણજરી પીર, ચોક તા.નડિયાદ જી.ખેડા (૨) જાવેદહુસેન ઉર્ફે જાવલો મુનીરહુસેન મલેક રહે. કણજરી ઇન્દીરાનગરી તા.નડીયાદ જી.ખેડા નાઓની અંગજડતી માંથી આંકડા લખેલી એક ડાયરી તથા કાર્બન-પેન તથા કાર્બન પેપર તથા આંકડા લખેલ ડાયરીના પાના-૨ કિં.રૂ.૦૦/- તથા અંગઝડતીના રોકડા રૂ.૧૨,૨૩૦/- ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા બંન્ને ઇસમો વિરુદ્ધમાં વડતાલ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨-અ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार