ગુજરાત રાજ્યમાં ચાર દિવસ પછી ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભઆગના મતે 15 નવેમ્બર બાદ રાજ્યમાં 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો જાય તેવી શક્યતાઓ છે. ગીર વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનો પારો 19 થી 20 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. ત્યાર બાદ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધશે.
પાછળના દિવસોમાં અમદાવાદમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય ભાવનગરમાં 34.6 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરત અને અમરેલીમાં 35.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી, ડીસામાં 36.9 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દાહોદમાં 16.6 ડિગ્રી, ગાંધઈનગરમાં 19.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી તો અમરેલીમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થયો હતો.
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમા જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયાળાનો માહોલ ડિસેમ્બરમાં જામશે, આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. આંબાલાલ પટેલાના મતે 14 થી 18 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક લૉ પ્રેસર સર્જાશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉતરપ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમા ઘટાડો થવાની શક્યતાઓ છે. આઇ.એમ.ડી. મુજબ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અમે ઉત્તરપ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.