કોઇ છ મહિના તો કોઇ 2 વર્ષ માટે , જાણો અહીં કઇ રીતે નક્કી થાય છે ભારતમાં ચીફ જસ્ટિસનો કાર્યકાળ

ભારતીય બંધારણ માટે સામાન્ય રીતે ચીફ જસ્ટિસનો કાર્યકાળ સામાન્ય રીતે 65 વર્ષની ઉંમર સુધીનો હોઇ છે.

Jashu Bhai Solanki
  • Nov 11 2024 3:48PM

જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. અગાઉ સી.જે.આઇ. ડી.વાય. ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તમને જણાવી દઈએ કે CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. તેઓ 13 મે 2025 સુધી CJIનું પદ સંભાળશે.

ભારત સરકારે સીજેઆઇ ચંદ્રચૂડને તેમના ઉત્તરાધિકારીનું નામ આપવા વિનંતી કરી હતી. આ પછી ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને પોતાના જવાબમાં જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ સૂચવ્યું હતું. જાણો અહી જજનો કાર્યકાળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

કઇ રીતે નક્કી થાય છે સીજેઆઇનો કાર્યકાળ ? 
ભારતમાં સપ્રિમ કોર્ટના ન્યાયાધીશની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા કરવા આવે છે. બંધારણની કલમ હેઠળ ભારતના ન્યાયાધીશની પસંદગી સુપ્રિમ કોર્ટના તમામ ન્યાયાધીશોમાથી કરવામાં આવે છે. તેમા સરકારનો સીધો હસ્તક્ષેપ નથી.

ભારતીય બંધારણ હેઠળ ચીફ જસ્ટિસનો કાર્યકાળ સામાન્ય રીતે 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે, એટલે કે જ્યાં સુધી ચીફ જસ્ટિસની ઉંમર 65 વર્ષથી ઓછી હોય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના મેમૉરેન્ડમ ઑફ પ્રૉસિજર મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ પાસે હોવું જોઈએ અને સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો 65 વર્ષની વયે નિવૃત્ત થવાના હોવાથી, મુખ્ય ન્યાયાધીશના કાર્યકાળની લંબાઈ તે જોડાતી વખતે તેમની ઉંમર કેટલી હતી તેના પર નિર્ભર કરે છે.

કોણ છે સંજીવ ખન્ના 
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો. અહીંથી તેમની કાનૂની સફર શરૂ થઈ.  


0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार