ફુલપાડા ના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ક્ષેત્રમાં ગંગાજી અને ભગવાન શંકર ગુપ્તરીતે રહ્યા હતા
સુરત શ્રાવણનાં સોમવાર નિમિતે આજે તમને એક એવા મહાદેવજીના દર્શન કરાવીએ કે જે ગુપ્ત રીતે આ સ્થલ પર રહી ગયા હોવાનું મનાય છે. ફુલપાડા માં તાપી નદીને કિનારે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ તીર્થ અને અતિ પ્રભાવશાળી પવિત્ર મનાય છે ગંગાજી અને ભગવાન શંકર આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે રહી ગયા હોવાની અહીં માન્યતા છે
અશ્વિનીકુમાર ફુલપાડાનું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચિન છે પુરાણ અને ગ્રંથની કથા અનુસાર પૂર્વે બ્રહ્માજીને પાંચ મુખ હતા અને એક વખત વેદ નો ઉપચાર કરતી વખતે તેમના પાંચમાં મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગના બધા જ દેવો ભયભીત થયા અને ભગવાન શંકરને શરણે ગયા હતા ત્યારે શંકર ભગવાન થી બ્રહ્માજી નું મુખ છેદી નાખ્યું અને ત્રણે લોકમાં હાહાકાર થયો ત્યાર બાદ બ્રહ્મહત્યાના પાપના નિવારણ અર્થે શિવજી અનેક તીર્થોમાં ફરતા-ફરતા 12 વર્ષે ગંગા નદી કિનારે પહોંચ્યા અને જોયું ત્યાં ગંગાજી દેખાયા નહીં શિવજીએ અંતર્ધ્યાન કરી જોયું તો ગંગાજી ક્ષેત્રમાં તાપી નદીમાં સ્નાન કરતા હતા જેથી શિવજી આ સ્થળે અહીં આવ્યા બાદ શિવજીએ પૂછ્યું કે ગંગાજી આ શું? ત્યારે ગંગાજી બોલ્યા હે સ્વામી સંસારના સર્વ જન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને તેઓને હું નિષ્પાપ કરું છું ત્યારે હું શાંત થઈ જાવ છું અને એ સમયે મને શાંતિ થાય તે માટે હું સુર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ક્ષેત્રમાં આવું છું કહીને ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા હતા ત્યારથી અહીં ગુપ્તગંગા જી વહે છે તેથી શિવજીએ પણ આ પવિત્ર સ્થળે તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કર્યું હતું
ઇતિહાસકાર સંજય ચોકસીએ કહ્યું કે ગુપ્તેશ્વર મહાદેવ અને અતિ પ્રભાવશાળી અને પવિત્ર માનવામાં આવે છે અહીં ગંગાજી ગુપ્ત થયા હતા એટલે ભગવાન શંકર પણ આ ક્ષેત્રમાં ગુપ્તરીતે રહી ગયા આ કથા સ્કંદ પુરાણ માત આપી માહાત્મ્યમાં શ્રી રુદ્ર એ પોતાના પુત્ર કુંદ ને કહયું તેમ કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દશરથપુત્ર ભરતે કરીe હતી અને અહીં પાંડવોએ ગુપ્તવાસમાં અંતિમ વર્ષમાં આવીને રહયા હતા.આ ક્ષેત્રનું મહત્વ ઘણું છે અનેક મુનિઓ અહીં સેવા કરીને સિધ્ધ થયા છે તે જ રીતે શિવ ગંગા ગુપ્ત ક્ષેત્ર કહેવાય છે.