શ્રમિકો શ્રદ્ધાને ઠેંસ પહોંચે તે રીતે દશામાની પ્રતિમાના છુટા ઘા કરી ટ્રકમાં ફેંકી રહ્યા હોવાનો વીડિયો વાયરલ

નાનપુરા ડક્કા ઓવારા ખાતે મહાનગરપાલિકા વતી કામકરી રહેલા લોકો ઉપાડીઉપાડીને પ્રતિમાના ઘા કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે

Gabhru Bharvad
  • Aug 8 2022 5:17PM
દશામામાં અપાર શ્રદ્ધા ધરાવનારા ભક્તોએ પૂરી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક માતાજીની પૂજા-આરાધના કરી હોય. ત્યાર પછી જ્યારે વિસર્જનનો વખત આવે ત્યારે ભીની આંખે વિદાય આપી હોય તેવા ભક્તો-શ્રદ્ધાળુઓની લાગણીને ઠેંસ પહોંચે તે રીતે દશામાની મૂર્તિના છુટા ઘા કરી ટ્રકમાં ગોઠવવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે. નાનપુરા ડક્કા ઓવારાનો આ વીડિયો છે. જેમાં સુરત મહાનગરપાલિકા વતી કામ કરી રહેલા શ્રમિકો માતાજીની મૂર્તિના છુટા ઘા કરતા જોવા મળે છે. વાસ્તવમાં મહાનગરપાલિકાના જે પણ કર્મચારી કે અધિકારી આ જગ્યાએ ફરજ પર હોય તેમણે લોકોની શ્રદ્ધાને ઠેંસ ન પહોંચે તે રીતે પ્રતિમાનું વિસર્જન થાય તે જોવાનું હોય છે. પણ, અહીં કોઈ અધિકારી કે કર્મચારી હાજર હોય તેવું લાગતું નથી. પરિણામે લોકોની શ્રદ્ધાને ઠેંસ પહોંચાડાઈ રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દશામાની પ્રતિમાના વિસર્જન માટે સુરત મહાનગરપાલિકા તરફથી પાંચ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં હતાં. એ કૃત્રિમ તળાવોમાં પ્રતિમાનું વિસર્જન કરી શકાય તે હેતુથી તાપી તટેથી પ્રતિમાં ટ્રક મારફતે કૃત્રિમ તળાવ સુધી લઈ જવાની આ કામગીરી હતી. પણ, પ્રતિમાના ઘા કરી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેંસ પહોંચે તે રીતે કામગીરી કરી હોવાથી વિવાદ ખડો થયો છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार