જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા ગ્રામ્ય સ્તર પર વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટી (VLCPC) ની રચના કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં આજ બુચરવાડા ગ્રામ પંચાયતમાં VLCPC કમિટીના સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું.
આ તાલીમમાં બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દિપક દેવજી, ઉપ સરપંચ નરેન્દ્રકુમાર રાણા, પ્રતિક બારીયા (પંચાયત મંત્રી) તેમજ, વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીનાં સભ્યો અને જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના કાઉન્સેલર રફીક બ્લોસ, અને સામાજિક કાર્યકર્તા જગદીશ એસ. બાંભણીયાએ આ તાલીમમાં હાજરી આપેલ હતી.
જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સામાજિક કાર્યકર્તા જગદીશ એસ. બાંભણીયાએ જણાવેલ બાળ અધિકાર, બાળ સરક્ષણ, અને વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીના સભ્યોના કાર્યો અને પોતાની જવાબદારી વિશે વિસ્તૃત જાણકારી આપેલ. તેમજ કાઉન્સેલર રફીક બ્લોચે જણાવેલ ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી.
બાળમજૂરી અને બાળયૌન શોષણ, જેવા સામાજીક દૂષણને દૂર કરવા સરકાર દ્વારા બનાવામાં આવેલ કાયદા કાનુન વિશે વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટી (VLCPC) ને માહિતગાર કરવાનો પ્રયત્ન કરેલ હતો તેમજ, જીલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે.
જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. વધુમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવમાં ચાલી રહેલ યોજનાઓ વિષે પણ માહિતી આપવામાં આવેલ હતી. આ વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીને પોક્સો અધિનિયમ–૨૦૧૯ હેઠળ Safe and Unsafe Touch ની જાણકારી આવી હતી. આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું.