દિવમા ઓરી- રુબેલા નાબૂદી વિષય પર કાર્યશાળાનુ આયોજન થયુ

જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને નિયમિત વશીકરણ કરવામાં આવે છે

ભાવના શાહ
  • Nov 4 2022 12:40PM

આરોગ્ય વિભાગ દીવ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે "સંપૂર્ણ રસીકરણ ઓરિ-રુબેલા નાબુદી" વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના તમામ સ્પેશિયલીસ્ટ તબીબો, મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ. એ.એન.એમ. બહેનો તથા હેલ્થ સટાફ હાજર રહેલ.

હેલ્થ ઓફિસર ડો. સુલતાનના જણાવ્યા મુજબ દિવ્ કલેક્ટર બ્રહ્મા સાહેબના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને વય અનુસાર નિયમિત રસીકરણ કરવામાં આવે છે. સાથે સાથે રસીથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે. દરેક વાલીઓ પોતાના બાળકોને નિયત સમયે નિઃશુલ્ક રસી મુકાવે એવો અનુરોધ કરવામાં આવ્યો. WHO ના ડો. વિનયકુમાર દ્વારા તમામ સ્ટાફને પ્રસિક્ષણ આપવામાં આવેલ.

0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार