તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.

કાર્યાલય જનતાના હિત માટે, લોકોની સેવા માટે ઝડપથી નિર્માણ થાય તેવી શુભેચ્છા. - સી.આર.પાટીલ

સુદર્શન ટીમ
  • Apr 19 2025 7:11PM

આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની કાળજી રાખી છે. -સી.આર.પાટીલ

કોંગ્રેસ એક સમય એવુ કહેતી કે અમે તો ઇલેક્ટ્રીકનો થાંભલો રાખીએ તો પણ જીતી જઇએ, આ કોંગ્રેસ પાર્ટીનો અંહકાર હતો તેને જનતાએ ઉતારી દીધો.- સી.આર.પાટીલ

ભાજપનો કાર્યકર ભ્રમિત ન થાય તો પેજ કમિટિની સિસ્ટમથી કોઇ રાજકીય પાર્ટી આપણા ઉમેદવારને નહી હરાવી શકે. –  સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એખ અખબારી યાદીમાં જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા તેમજ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપનાર યશસ્વી પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીના વરદ હસ્તે તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય  તાપી કમલમ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાપી જીલ્લાના પ્રમુખ સુરજભાઇ વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સી.આર.પાટીલજીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, આકરા તાપમાં ખૂબ વિશાળ સંખ્યામાં અંહી આપ સૌની ઉપસ્થિત દર્શાવે છે કે તાપી કમલમ કાર્યાલયનું ખાતમુહુર્ત કરીને ઝડપથી કાર્યાલય કાર્યકર્તાઓ માટે ઉપયોગી થાય. કાર્યાલયની કેટલી જરૂરિયાત છે તે આપ સૌની વિશાળ સંખ્યા જ દર્શાવે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક જીલ્લામાં એક કાર્યાલય હોય તેની સુચના આપી હતી અને હાલના કેન્દ્રિય ગૃહમંત્રી અને તે સમયના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિતભાઇ શાહ સાહેબે કાર્યાલયના કામને વેગ આપ્યો હતો. આજે આખા દેશમાં ગુજરાત એક એવુ રાજય છે જેના મોટા ભાગના કાર્યાલય પુર્ણ થયા છે અને કોઇ ટુંક સમયમા પુર્ણ થશે. ગુજરાતે સાબિત કર્યુ છે કે સરકાર કે સંગઠનના દરેક કાર્યમાં ગુજરાતના કાર્યકર્તા સૌથી અગ્રેસર હોય છે અને અગ્રેસર રહેશે તે આપ સૌએ સાબિત કર્યુ છે.

 પાટીલજીએ જીલ્લાના પેજ કમિટિના કામને બિરદાવતા જણાવ્યું કે, વિઘાનસભાની ચૂંટણી સમયે પેજ કમિટિ બનાવવી છે તેમાં જીલ્લા પ્રમુખે ખુબ સારુ કામ કર્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં જે બેઠકો આપણે પહેલા જીતતા ન હતા તે બેઠકમા પણ આપ સૌએ જીતનો પાયો નાખ્યો છે. વ્યારા ભાજપ જીતતુ નથી તેમ કેટલાક લોકો કહેતા પરંતુ આ બેઠક આપણે જીત્યા છીએ. ભાજપના કાર્યકર્તા માટે કાર્યલાય લોકોની સુવિધા માટે ,લોકોના કામ સરળતાથી થાય તે માટે જરૂરી છે.આપણે સત્તા પ્રાપ્ત કરી જનતાની સેવા વધુ સારી રીતે કરી શકીએ તે માટે ચૂંટણી લડતા હોય છે. આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી પરંતુ તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી બીજી બાજુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા ને આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની કાળજી રાખી છે. વિઘાનસભાની ચૂંટણીમાં 27 માથી 23 બેઠકો પર ભાજપનો કાર્યકર્તા જીત્યા છે. જીત જાળવવી તે આપણી ફરજ છે.

પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ભાજપમા કાર્યકર્તાઓની તાકાત ખૂબ મોટી છે અને કાર્યકર્તાઓનું ક્યારેય અપમાન ન થવું જોઇએ. મારા કાર્યકાળમાં એક પણ કાર્યકર્તાએ ફરિયાદ કરી હોય તેવો દાખલો નથી. ચૂંટાયેલા પ્રતિનિધ કાર્યકર્તાઓની મહેનત અને જનતા સાથેના સંપર્ક ના કારણે જીતી શકે છે તેનો જશ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને કાર્યકર્તાઓને થાય છે. કોંગ્રેસ એક સમય એવુ કહેતી કે અમે તો ઇલેક્ટ્રીકનો થાંભલો રાખીએ તો પણ જીતી જઇએ. આ કોંગ્રેસ પાર્ટીનો અંહકાર હતો તેને જનતાએ ઉતારી દીધો. આજે ભાજપમાં કોઇ પણ કાર્યકર્તા ને પાર્ટી ઉભો રાખે તો કાર્યકર્તાઓની મહેનત,વિશ્વાસ અને આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિશ્વાસ કારણે આપણા ઉમેદવાર જીતે છે પણ ક્યારેય ગર્વ કરતો નથી. કોંગ્રસના સાશનમાં તેમને ક્યારેય મતદારોનું કામ કર્યુ નથી. કાર્યકર્તા તરીકે મળેલી જવાબદારી પાર્ટી માટે છે કોઇ એક વ્યક્તિ માટે નથી. પેજ કમિટિની સિસ્ટમ ક્યારેય કોઇને હરાવી નહી શકે પણ કાર્યકર્તાઓ ભ્રમિત ન થવો જોઇએ. કાર્યકર્તાઓ તેમના બુથ ની અંદર તેમની યોગ્યતા સાબિત કરે, તેમનુ બુથ મજબૂત કરવા હાંકલ કરી. ભાજપ મેરિટને ધ્યાને રાખી કાર્યકર્તાઓને આગળ કરે છે. આવો સૌ સાથે મળી પાર્ટીને વધુમા વધુ મજૂબૂત કરીએ અને કાર્યાલય જનતાના હિત માટે લોકની સેવા માટે ઝડપથી નિર્માણ થાય તેવી શુભેચ્છા.

આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રીઓ હર્ષભાઇ સંઘવી,  મુકેશભાઇ પટેલ,  કુંવરજીભાઇ હળપતી, ધારાસભ્યશ્રીઓ, સુરત શહેર પ્રમુખ પરેશભાઇ પટેલ, જીલ્લાના પ્રમુખ તેમજ જીલ્લાના હોદેદારઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार