નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

નડિયાદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

યેશા શાહ
  • Apr 15 2025 2:05PM
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્ધાલય પાસે ગીતેશકુમાર રમેશચંદ્ર કંસારા ઉ.વ.૬૧ રહે છે. ગત તા.૧૧ના રોજ તેઓ બાઈકનં.જીજે-૭ સીક્યુ-૧૮૯૮ કિ.રુ. ૨૫ હજારનું લઈ પોતાના કારખાને ગયા હતા. અને ત્યાંથી બપોરે જમવા ઘરે આવ્યા હતા. તેમણે ઘરની દિવાલ પાસે બાઈક મુક્યુ હતું જે કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ ગયો હતો. જે અંગે તેમણે રવિવારે સાંજે નડિયાદ શહેર પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार