ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવાયો

જિલ્લા બાળ સુરક્ષા એકમ ખેડા-નડીઆદનાં લીગલ-કમ પ્રોટેક્શન ઓફિસર કીર્તિબેન જોષીએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

યેશા શાહ
  • Jan 10 2025 4:38PM
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ “૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ” ને અનુલક્ષીને નડીઆદ સ્થિત ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાનો અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે  એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમનાં અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છા આપી હતી.  મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા સમાજમાં સોશીયલ મીડીયાના માધ્યમ થકી કાનૂની સેવાઓને લગતી માહિતી-સંદેશ પહોચાડવાના હેતુસર કાયદાનાં વિધાર્થીઓ માટે જ આયોજીત Reel & Short Film Competition રીલ અને શોર્ટ ફિલ્મ હરીફાઈ વિશે માહિતી આપી હતી.

જિલ્લા બાળ સુરક્ષા એકમ ખેડા-નડીઆદનાં લીગલ-કમ પ્રોટેક્શન ઓફિસર કીર્તિબેન જોષીએ વિધાર્થીઓને આવી રીલ અને શોર્ટ ફિલ્મ બનાવવા માટે સરકારની કલ્યાણકારી યોજનાનાં ખરા લાભાર્થીઓને સાથે રાખીને રીલ બનાવવા જરૂરી માહિતી-માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમા કોલેજનાં આચાર્યા નયનાબેન પટેલ, પ્રોફેસર દિપાલીબેન પુરોહિત, લીગલ-કમ પ્રોટેક્શન ઓફિસર કીર્તિબેન જોષી, મહાનુભાવોઅને કર્મચારીઓ સહિત કુલ-૧૩૫ જેટલાં વિધાર્થીઓએ હાજર રહ્યા હતાં.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार