કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ પક્ષીઓને ખલેલના પહોંચે તે રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અંગે શપથ લીધા

યેશા શાહ
  • Jan 10 2025 6:59PM
ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ-નડીઆદના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ-નડીઆદ દ્વારા આર.એફ.ઓ. અને તેમની ટીમ, નડીઆદ એસ.આર.પી.ગૃપ-૭નો સ્ટાફ, નડીઆદ પોલીસ સ્ટાફ, નડીઆદ ટ્રાફિક સ્ટાફના જવાનો તથા નડીઆદ સોમીલ અસોસીએશન માણસો દ્વારા કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

જેમાં ૧૧૦ જેટલા બાઇક તથા પક્ષી બચાવ અભિયાનની ઓડીયો ક્લીપ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે નડીઆદ નગર વિસ્તારમાં રેલી કરવામાં આવી. બાઇક રેલીમા આવેલ તમામ સ્ટાફના સહકારથી લગભગ ૨૦૦ જેટલા માનવની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ તથા વિવિધ નડીઆદ નગરમાં ઉતરાયણ તહેવાર નિમિતે જન જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને સવારે ૯:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૫:૦૦ વાગ્યા પછી પતંગના ઉડાડવા,ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા, ઉત્તરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવા, કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન ૧૯૨૬, કરુણા એનિમલ એમબ્યૂલન્સ હેલ્પ લાઇન ૧૯૬૨ કે વોટ્સઅપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ પર સંપર્ક કરી તેને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા વિષે માહિતી આપવામાં આવી હતી.  આ ઉપરાંત આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ૧૦૦૦ થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, ૬૦૦ થી વધારે ડોક્ટર તથા ૮૦૦૦ થી વધારે સ્વયંસેવકોને કાર્યરત રાખીને પક્ષીબચાવ અંગે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार