સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે
સાધુ સંન્યાસીઓનો મેળો : મહાકુંભમેળો
સંસ્કૃતિમાં સર્વોચ્ચ ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. હિન્દ દેશ ભૌગોલિક રીતે, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે!
ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં રાષ્ટ્ર તરફ સમગ્ર વિશ્વ દ્વારા આકર્ષણ અને આદરભાવ રહેલ છે. આપણે ત્યાં ધર્મ-ઉપાસના તથા માન્યતાઓમાં કેટલીયે વિવિધતા છે. કેટલાયે પંથો- સંપ્રદાયો, કેટલીયે પ્રણાલિકાઓ, કેટલાયે પર્વો ઉત્સવો અને કેટલીયે માન્યતાઓ.... વગેરે. સમગ્ર રાષ્ટ્રમાં આવી કેટલી ધર્મ વિચારસણી પ્રવર્તી રહે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. (જો કે એક બીજા મતમતાંતરોથી રાષ્ટ્ર ધર્મને ઘણું જ સહન કરવું પડયું છે તે ભૂલવા જેવું નથી.) આમ છતાં આ વિવિધતામાં ભારે આસ્થા – શ્રધ્ધા વ્યકત થતી રહી છે.
મહાકુંભ મેળો એ તો સાધુ સંન્યાસીઓનો જ મેળો છે, સંસારીઓનો નહી. આ મહાપર્વ મેળામાં સાધુ સંન્યાસીઓ પણ વિવિધ શાખા-પ્રશાખા અને પંથોના ઉમટી પડતા રહે છે. આ અંગે તેમાંની વિવિધતા અંગે જાણવા જેવું છે. સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે. જેમાંના વિશેષ સંપ્રદાયો આ પ્રમાણે છે.
= શૈવ
---------
૧. દશનામી
૨. દન્ડી
૩. ઘરવારી દન્ડી
૪. કુટીચક
૫. વહદક, હંસ, પરમહંસ
૬. સંન્યાસી
૭. નાગા
૮. આલેખિયા
૯. દંગલી
૧૦. અઘોરી
૧૧. ઉર્ધ્વવાહ, આકાશમુખી, નખી, ઠાડેશ્વરી, ઉર્ધ્વમુખી, પંચધૂની, મૌનવ્રતી,જળશાયી, જળધારાતપસ્વી
૧૨. કડાલિંગી
૧૩. ફરારી, દુધાધારી, અલુના
૧૪. ઓઘડ, ગુદડ, સુખડ, રૂખડ, ભુખડ
૧૫. શરશાયી
૧૬. ઘરવારી સંન્યાસી
૧૭. ઠિકરનાથ
૧૮. સરભંગી
૧૯. બ્રહ્મચારી
૨૦. યોગી, કાનફટા યોગી, ઓઘડ યોગી, અઘોરપંથી યોગી
૨૧. યોગિની, સંયોગી
૨૨. લિંગાયત
૨૩. ભોપા
૨૪. દશનામી ભાંટ
૨૫. મચ્છેન્દ્રી, શારંગીહાર, ડુરીહાર, ભર્તૃહાર, કાણિપાયોગી
= વૈષ્ણવ
-------------
૧. શ્રી સંપ્રદાય
૨. રામાદૂત
૩. કબીરપંથી
૪. ખાખી
૫. મમુકદાસી
૬. દાદુપંથી
૭. રૂઈદાસી
૮. સેનપંથી
૯. માધવાચારી
૧૦. વલ્લભાચારી
૧૧. મીરાબાઈ
૧૨. નિમાઈત
૧૩. વિઠ્ઠલ ભકત
૧૪. ચૈતન્ય સંપ્રદાય
૧૫. સ્પષ્ટ દાયક
૧૬. વત્તાભજા
૧૭. રામવલ્લભી
૧૮. સાહેબ ધની
૧૯. બાઉલ
૨૦. ન્યાડા
૨૧. દરવેશ
૨૨. સાઈ
૨૩. આઉલ
૨૪. સાધ્વિની
૨૫. સહજી
૨૬. ખુશી વિશ્વાસી
૨૭. ગૌરવાદી
૨૮. બળરામી, હજરતી, ગોબરાઈ, પાગલ સાથી, તિલક દાસી, દર્પનારાયણી, અતિબડી
૨૯. રાધા વલ્લભી
૩૦. સરવીતાબક
૩૧. ચરણદાસી
૩ર. હરિશ્ચન્દ્રી
૩૩. માધ્મપંથી, માધવી
૩૪. ચૂહડપંથી
૩૫. કૂડાપંથી
૩૬. વૈરાગી
૩૭. નાગા
= શાક્ત
------------
૧. ચલિયા
૨. કરારી
૩. ભૈરવી, ભૈરવ
૪. શીતલા પંડિત
૫. પશ્વાચારી
૬. વીરાચારી
૭. કૌલાચારી
= અન્ય
----------
૧. નિરંજની સાધુ
૨. માનભાવ
૩. કિશારી ભજન
૪. કુલીગાયન
૫. ટહેલિયા
૬. દશમાર્ગી
૭. જયોગ્નિ, શાંખી
૮. નરેશ પંથી
૯. પાંગુલ
૧૦. કેઉડ દાસ
૧૧. ફકીર સંપ્રદાય
૧૨. કુંડપાતિયા
૧૩. ખોજા
આમ, આ ઉપાસના પ્રણાલી કે સંપ્રદાયો સિવાય પર શ્રીમદ્દ શંકરાચાર્યજી પ્રવર્તિત દશનામી સંન્યાસી કે જેમાં ગિરિ, પુરી, ભારતી, સરસ્વતી, અરણ્ય, વન, પર્વત, સાગર, તીર્થ તથા આશ્રમનો સમાવેશ થાય છે તેમજ નાગા સંપ્રદાય, નાનકપંથી, ઉદાસી, વૈરાગીઅને ગુરૂ ગોવિંદ પ્રવર્તિત નિર્મલી શીખ, શિક્ષિત તથા પ્રતાપશાળી રહેલા છે.