શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ

વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ.

ધનંજય શુક્લ
  • Jan 6 2025 7:12PM
 શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદાસજી ના આશીર્વાદ અને પ્રેરણાથી ઉજવાયો. વાર્ષિક થતા આ શાકોત્સવમાં દર્શનનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં આવ્યા હતા. ઉપરાંત દૂર દૂરના શહેરોમાંથી પણ હરિભક્તો શાકોત્સવનો લાભ લેવા પધાર્યા હતા. શાકોત્સવ નિમિત્તે  વડતાલથી ૧૦૮ લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ પધાર્યા હતા અને તેમના શ્રીમુખે સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી શાકોત્સવની પરંપરા સમજાવતી કથાનું પણ આયોજન થયું હતું. કથા બાદ હજારો હરિભક્તોએ મંદિરમાં જ મહાપ્રસાદીનો લાભ પણ લીધું.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार