વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સમીરભાઈનું ફૂલો આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા.
સમીરભાઈ ના કાર્યકાળમાં વાલોડ નગર અને તાલુકામાં વર્ષોથી વીજ સમસ્યાને લઈને પડી રહેલ અનેક ફરિયાદોનું નિવારણ યોગ્ય રીતે લાવી વાલોડ તાલુકામાં એક સારા અધિકારી તરીકે નામના મેળવી હતી.
વાલોડ ગામની કે તાલુકાની નાનામાં નાની વ્યક્તિ પણ નાયબ ઇજનેરને રૂબરૂ મળી પોતાની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં તેમની મદદ લેતા હતા.
વાલોડ ડીજીવીસીએલની કચેરી વર્ષોથી ભાડાના મકાનમાં પોતાની ઓફિસ ચલાવતી હતી, સમીરભાઈ ચૌધરીના અથાગ પ્રયાસોથી વાલોડ ડીજીવીસીએલનું પોતાનુ નવું અને અધ્યતન સુવિધા વાળું મકાન 66 કે.વી. સબ સ્ટેશન નજીક લાવવાનું શ્રેય તેમના હસ્તક જ થયું છે.
સમીરભાઈ ચૌધરી ની જગ્યા ઉપર નવા આવેલ નાયબ ઈજનેર દીપકભાઈ ગામીત નું પણ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મઢી સુગર ફેક્ટરીના પ્રમુખ સમીરભાઈ ભક્તા અને વાલોડ તાલુકાના સહકારી અગ્રણી અને સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના માજી ચેરમેન નરેશભાઈ પટેલ, વાલોડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પરિમલ સિંહ સોલંકી, અલ્પેશભાઈ પટેલ, ટિંકલ પટેલ, પંકજભાઈ ચૌધરી, પિયુષભાઈ ભક્તા તથા વાલોડ નગર તથા આજુબાજુના ગામોથી ઉપસ્થિત આગેવાનો અને ડીજીવીસીએલના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.