નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભાજપના હોદ્દેદારો-પદાધિકારીઓ ભેગા થયા હતા

યેશા શાહ
  • Apr 18 2025 10:55AM
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખાતે નડિયાદ શહેર સંગઠન સહિત જિલ્લાના વિવિધ મંડળોના સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ તેમજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે વિરોધ કરાયો હતો. નડિયાદ શહેરના સરદારની પ્રતિમા પાસે સંગઠનના સૌ કાર્યકરોની હાજરીમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત પ્લેકાર્ડથી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે કોંગ્રેસી નેતાનું પુતળાનું પણ દહન કરાયું હતું. આ સમયે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, જાનવીબેન વ્યાસ, વિકાસ શાહ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार