માનવ ઉત્થાન સેવા સમિતિ, શ્રી હંસ સુખ ધામ આશ્રમ, બારડોલી દ્વારા "સદ્ભાવના સમેલન” તા. 24 નવેમ્બર 2024 રવિવાર ના રોજ સાંજે 6 થી 9 કલાક દરમિયાન બારડોલી ખાતે યોજાશે.
"સદ્ભાવના સમેલન"માં મુખ્ય વકતા પ્રખર માનવતાવાદી અને ઉત્તરાખંડ સરકાર માં કેબિનેટ મંત્રી માનનીય શ્રી સતપાલજી મહારાજ દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડતા, પ્રેમ, ભાઈચારા તથા સદ્ભાવનાથી ઓતપ્રોત આત્મકલ્યાણકારી પ્રવચન થશે.
શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિને પ્રાતઃ બ્રહ્મ મુહુર્તમાં એક દિવ્યજ્યોતિનું પ્રાગ્ટય થયુ. ગુણ અને દિવ્યતાના દર્શન કરતા, કુળગુરૂ અને જ્યોતિષીયોએ આ શક્તિનું નામ સત્યનું પાલન કરનાર છે જેથી શ્રી સતપાલજી નામકરણ કર્યું.
વિજ્ઞાનના વિષયમાં સ્નાતક પદવી હાસલ કરનાર મહારાજશ્રી એ પ્રથમવાર દિલ્હીમાં સર્વધર્મ સંમેલનમાં વિવિધ ધર્મોના આગેવાનોને એક મંચ પર એકત્રીત કરીને ઘોષણા કરીકે, "આધ્યાત્મિક જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયથી જ ભારત દેશની ગૌરવ ગરીમાને ફરીથી બેઠી કરી શકાય છે." પ્રખર માનવતાવાદી શ્રી સતપાલજી મહારાજે ભારતની જનતાની અંદર આધ્યાત્મિક જાગૃતિ માટે અનેક પદાયાત્રાઓ કરી, જેમાં બદ્રીનાથ થી દિલ્હી સુધીની 700 કિ.મી. ની ભારત જાગો પદયાત્રા તથા જન જાગરણ પદયાત્રા તથા જનતા જાગે પદયાત્રા તેમજ 2002 માં સદ્ભાવના પદયાત્રા દાંડી થી સાબરમતી સુધીની 370 કિ.મી. તથા 2005 માં દક્ષિણ આફ્રિકામાં ' ગાંધી રેઈન્બો પીસ માર્ચ એતિહાસીક રેલ્વે સ્ટેશન પિટર્સમારિત્સબર્ગ થી સીટીહોલ સુધી પદયાત્રા કરી હતી. તેમજ અનેક પદયાત્રાઓ સમગ્ર ભારત દેશમાં કરી જેથી રાષ્ટ્ર વધુ મજબુત બને.
ભારત દેશનો સર્વાંગીક વિકાસ થાય એ માટે મહારાજશ્રી ખુબજ પ્રયાસરત છે. સદ્ભાવના સંમેલનમાં શ્રી સતપાલજી મહારાજની સાથે-સાથે ભારતના અનેક તીર્થસ્થળેથી આત્મ અનુભવી સંતમહાત્માઓ પણ પધારશે.